OUR STUDENT FEEDBACK

Jigar Khambhati

Udhana-surat

“ શિલ્પ રચના ઇનટીટ્યુટ માંથી શીખેલ પ્રેક્ટીકલ જાણકારી મને ખુબ જ કામ લાગી. અને તેના પ્રતાપે હું સાઇટ સુપરવાઇઝરમાંથી સાઇટ એન્જીનીયર બની ગયો ,ત્યારબાદ હું કોન્ટ્રાકટર બન્યો.એ માટે નો બધો જશ હુ શિલ્પરચના ટ્રેઇનીગ ઇનટીટ્યુટના ટ્રેઇનર શ્રી દીલીપભાઇ નેમલાવાલા ને આપુ છુ..]

મો.હનીફ એ મુલ્લા(સ્ટારવાલા)

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ.

શિલ્પ રચનાના શિલ્પકાર એટલે દિલીપ નેમલાવાલા ટાઇમના એકદમ પાબંદ માણસ. ચર્ચા લંબાય તો પણ ધિરજ થી સાંભળીને આત્મસંતોષ ની મંઝીલે પહોચાડે. સંપૂર્ણ તૈયારી સાથે હાજર, સંપૂર્ણ કોર્ષની સામગ્રી, સમજુતી, છણાવટ અનુભવો સહિત રજુ કરે અને આપણે જાણતા હોય, તેવી બાબતો પણ પોતાની આગવી શૈલી માં રજુ કરી આશ્ર્ચર્યનો હળવો આંચકો આપે, નવાઇ ની વાત એ કે હું આડ પ્રશ્નો પુછું તો પણ અકળાઇ નહી. તેમજ દરેક પ્રશ્નોના સંતોષકારક જવાબ મળે. આપણી પાસેથી કોઇ જ્ઞાન મળતુ હોય તો તેઓ એકદમ નિખાલસતાથી સહર્ષ સ્વીકારે. કોઇ દેખાડો કે બાહ્ય આકર્ષણ નહી. જે નથી ખબર તેના વિશે સ્પષ્ટ નાં પાડે. ગોળ ગોળ વાતો નાં કરે, પોતાના સંઘર્ષો ના અનુભવો મિત્રતા ભાવે આદાન પ્રદાન કરે. એક શિક્ષક પોતાના કાર્યકાળ દરમ્યાન એક વિધાર્થી હોવો જોઇએ આ સિધ્ધાંત શ્રી દિલીપભાઇની ભણાવવાની અને સમજાવવાની પધ્ધતિ જોતા લાગે છે કે પોતાના જીવનમાં એમણે આત્મસાત કર્યા છે. તેઓ ચોક્કસ પ્રામાણિક વ્યક્તિ છે. છુ..]

વર્ષાબેન .કે.ગઠીયા

Diploma Civil Engineer

સાચુ કહુ તો ક્યાંયથી પણ ન મળી શકે તેવી જાણાકરી એકદમ સરળ ભાષામાં 35 વર્ષના અનુભવી એન્જીનીયર પાસેથી મને મળી. એન્જીનીયરીંગ (ડીગ્રી/ડીપ્લોમા/ડ્રાફટમેન)ના સ્ટુડન્ટ તથા અન્યો કે જેઓ બાન્ધકામ લાઇનમાં આવવા માંગતા હોય તેઓએ આ ત્રણ મહીનાની ટ્રેઇનીગ લેવી જ જોઇએ, કારણકે કોલેજમાં જે શિક્ષણ આપવામાં આવે છે તેનો વ્યવહારમાં ભાગ્યે જ ઉપયોગ થાય છે. એને (સાઇટ) પર કેવી રીતે કરવું છે એની જાણકારી નથી હોતી. દીલીપ સર નો સ્વભાવ એકદમ બેસ્ટ છે. તેઓ ખુબ જ ઉત્સાહી વ્યક્તિ છે. તેમને આપણે નિઃસંકોચ કોઇ પણ સવાલ કરી શકીએ છીએ અને તેના તેઓ હમેશા ખુબ જ શાંતિથી દરેક સવાલનો જવાબ આપે છે. અને તેમના જવાબથી 1૦૦% સંતોષ મળે છે. આ ઇન્સ્ટીટ્યુટમાં આવવાથી મને સીવીલ સિવાય સ્વવિકાસ તથા સફળતા મેળવવા માટે વ્યવહારીક જ્ઞાન પણ મળ્યુ છે.છુ..]

બટુકભાઇ જીવાણી

Surat

  • આ કોર્ષ કર્યા અગાઉ મને જમીન મિલ્કતના પેપર્સ વિશે કંઇપણ પ્રકારની જાણકારી ન હતી અને આજે તે બાબતે મહત્વની જાણકારી મળેલ છે. અને સૌથી મહત્વનુ એ છે કે આપણા પોતાના લાખો રૂપીયા જમીન મિલ્કતના ધંધામાં લગાડીને અજમાઇશ અને અડસટ્ટાથી(Trial & Error) જોખમ લઇને જ્ઞાન મેળવવુ તેના કરતા જેની પાસે આ લાઇનમાં વરસોનો અનુભવ છે તેમની પાસેથી જ જમીન મિલ્કતના ટાઇટલની જાણકારી મેળવી લેવી વધું હિતાવહ છે.
  • મારા પોતાના પૈસા પણ મને જમીન મિલ્કતના ટાઇટલની જાણકારીનું જ્ઞાન મળી શકતે નહીં, જો મેં આ શિલ્પરચનાનો કોર્સ ન કર્યા હોત? ટુંકમાં આ જ્ઞાન મને સામાન્ય ફી માં મળી ગયું.

પ્રશાંત.એમ.પારેખ.

જમીનદલાલ/ઇન્વેસ્ટર.

  • મે શિલ્પરચના ઇન્સ્ટીટયુટમાં જમીન-મકાનના ટાઈટલની જાણકારી તથા દલાલી અંગેનો કોર્સ પૂર્ણ કર્યા બાબતેનો મારો અભિપ્રાય નીચે મુજબ છે. પહેલી વાત તો એ જ આવે છે કે આ પ્રકારનો લેન્ડ એસ્ટેટ એજન્ટ કોર્સ એટલે કે દલાલી અને ઇન્વેસ્ટરોની માહીતી અંગેનો કોર્સ સુરતમાંકે ગુજરાતમાં કોઇપણ જગ્યાએ ચાલતો નથી શિલ્પરચનાના આયોજક શ્રી દિલીપભાઇ.એમ.નેમલાવાલા એ કોર્સની શરૂઆત એવા ક્યક્તિઓ માટે કરી જેઓ આ લાઇનમાં નવાસવા જોડાયેલા છે તથા જમીન મિલ્કતમાં રોકાણ કરવા માંગે છે. તેઓ ટાઈટલ બાબતની જાણકારી મેળવી ઝડપથી પ્રગતી કરી શકે. શિલ્પરચના ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટમાં ફક્ત દલાલી ને લગતા વિષય સિવાય ઘણી બધી નાની નાની અને ખુબ અગત્યની બાબતોને પણ આવરી લેવામાં આવેલ છે. જેમકે કેલ્ક્યુલેટરના દરેક બટનનો ઉપયોગ કરીને પાંચગણી ઝડપે ગણતરી કરવી કોર્પોરેશન અને સુડાની પ્લાન સીસ્ટમ, કઇ ઓફીસથી કઇ કઇ જાણકારી મળી શકે અને કોનો સંપર્ક કરવો.
  • તેની માહીતી આપવામાં આવે છે. એના સિવાય તેમના દ્વારા બીઝનેસની પ્રગતી તથા પર્શનાલાટી ડેવલપમેન્ટ બાબતે સાર સારા પુસ્તકોના નામ આપવામાં આવે છે જેને વાંચીને અમે અમારા વિચારો બદલી શકીએ છીએ અને તેનાથી આગળ આવવામાં ફાયદારૂપ નીવડે છે. આ સિવાય તેમની ભણાવવાની મેથડ પણ ખુબ સરળ છે. જે સીધુ અમારા મગજ માંજ ઉતરી જાય છે.
  • ટુંકમાં જેઓ ઇન્વેસ્ટમેન્ટ કે દલાલી કરવા માંગતા હોય તેમના માટે તો આ કોર્સ એક સોનેરી તક છે જ. તે સિવાય અન્ય વ્યક્તિને આ કોર્સ કરવાથી તેમને જ્યારે પણ પોતાની કોઇ પ્રોપર્ટી લેવાની હોય કે વેચવી હોય ત્યારે કઇ કઇ અગત્યની બાબતોનું દ્યાન રાખવું એ દરેક વિગત શિલ્પરચના ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટનો આ કોર્સ કરવાથી મળી જાય છે.મારા માટે મહત્વનુ તો એ છે કે શિલ્પરચના માંથી કોર્સના વિષયનું જ્ઞાન તો મને મળ્યુ જ છે પણ તે સિવાય પણ સામાન્ય જાણકારી આપી તેમણે મારી અંદર રહેલી મહત્વકાંક્ષા એટલે કે કંઇક મેળવવાની જીજ્ઞાસા પણ જગાડી છે. એ માટે હું શિલ્પરચનાનો ખુબ ખુબ આભાર માનુ છુ. અને આ રીતના કોર્સની ગુજરાત લેવલે સૌ પ્રથમ શરૂઆત કરવા બદલ અભિનંદન પાઠવું છું.

CHINTAN RATHOD

B.E. Civil

This institute gives us all practical knowledge about construction and land estate. I m also a member of this institute and now a days i got a good job from it.

Thank you sir.